મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે. તેવામાં ગઈકાલે તસ્કરોએ પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ સરપંચની વાડીને નિશાન બનાવ્યો હતો. પરંતુ તસ્કરો કોઈ વસ્તુની ઉઠાંતરી કરે તે પહેલા તેમને ગ્રામજનો દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસને સોંપી તમામ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પ્રતાપગઢ ગામની સીમમાં સરપંચ અબુજીભાઇ વલીભાઇ શેરશીયાની વાડીમાં ગત તા.૦૯/૦૨/૨૦૨૩નાં સાંજે તસ્કરો ત્રાટક્યા હતા. અને વાડીમાં આવેલ રૂ.૬૦,૦૦૦/-ની કિંમતના ૧૦ કે.વી.એ. વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનાં ઇરાદે તેને નીચે ઉતારી ચોરી કરવા જતા સ્થાનિકોએ તેમની દબોચી લઈ આરોપીઓના ચોરાના પ્રસને નિષ્ફળ કર્યો હતો. અને હુશેનભાઇ બચુભાઇ સુમરા (રહે. જોન્સનગર, લાતીપ્લોટ, મોરબી) તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર (રહે. હાલ લીલાપર રોડ, નીલકમળ સોસાયટી પાસે, મોરબી, મુળ રહે-વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને વાંકાનેર તાલુકા પોલીસને સોંપી બંનેને જેલ હવાલે કર્યા છે.