Monday, November 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસનો સપાટો : બે સ્થળોએથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વાંકાનેર તાલુકા પોલીસનો સપાટો : બે સ્થળોએથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકામાંથી બે સ્થળોએથી દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વીરપર ગામે રહેતા મહીપતભાઇ ચતુરભાઇ દેકાવાડીયાના રહેણાંક મકાનના નવેરામાં ગેર કાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો રૂ.૧,૨૦૦/-ની કિંમતનો ૬૦૦ લીટર ઠંડો આથો તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૩,૮૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી મહીપતભાઇ ચતુરભાઇ દેકાવાડીયા સ્થળ પર હાજર નહિ મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સરતાનપર ગામના સ્મશાન પાસે કાચા રસ્તા પરથી દેશી દારૂ વાંકાનેરમાં લાવવામાં આવનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી GJ-23-M-9684 નંબરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રોકાતા કાર ચાલક અજયભાઇ કોળી સ્થળ પરથી નાશી છૂટ્યો હતો. જયારે તેની સાથે રહેલ હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયાને પોલીસે પકડી પાડી ગાડીની તપાસ કરતા તેમાંથી રૂ.૭,૦૦૦/-ની કિંમતનો ૩૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જે દારૂ અને કાર મળી પોલીસે કુલ રૂ.૩,૦૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયાને જેલ હવાલે કરી ફરાર અજયભાઇ કોળીને વોન્ટેડ જાહેર કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!