Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેર શહેરના ગ્રીન ચોક પાસેથી વધુ એક બાઈકની ઊઠાંતરી

વાંકાનેર શહેરના ગ્રીન ચોક પાસેથી વધુ એક બાઈકની ઊઠાંતરી

મોરબી શહેર જિલ્લામાં છેલ્લા પખવાડીયામાં દ્વિચક્રીય વાહન ચોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે શહેરમાંથી છેલ્લા એક સપ્તાહમાંના સમયગાળમાં જ ચાર જેટલા વાહનો ચોરી થતા પોલીસ આ બાઇક ચોરને પકડવા કામે લાગી ગઇ છે. શહેરમાં જાણે બાઇક ચોર ટોળકી સક્રિય થઇ હોય તેમ લોકોમાંથી જાણવા મળ્યું હતું. ત્યારે ગઈકાલે પણ વાકાનેર ગ્રીન ચોકના પાસેથી બાઈક ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં કોઠારીયા નવા પ્લોટ નીશાળની બાજુમાં રહેતા મોઇનુદીનભાઇ અમીભાઇ ખોરજીયાનો દીકરો ગત તા.૧૩/૦૨/ર૦ર૩ના રોજ પોતાનું જીજે-૦૩-ઇકયુ-૦૨૭૫ નંબરનું રૂ.૧૫,૦૦૦/-ની કિંમતનું બ્લેક કલરનું સીલ્વર પટાવાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મોટર સાઇકલ વાકાનેરના ગ્રીનચોક પ્રતાપ રોડ શકિત ટ્રાન્સપોર્ટની સામે અલંકાર વાસણની દુકાન પાસે સ્ટેરીંગ લોક માર્યા વગર પાર્ક કરી બહાર ગયેલ હોય જ્યાંથી પરત આવી જોતા પોતાને સ્થળ પર બાઈક હાજર ન મળતા સમગ્ર મામલે મોઇનુદીનભાઇ અમીભાઇ ખોરજીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરી થયા અંગે ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!