Monday, December 23, 2024
HomeGujaratમોરબી અને માળીયા મીં.માં જુદા જુદા અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી અને માળીયા મીં.માં જુદા જુદા અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબીમાં એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાતા જિલ્લામાં અરેરાટીનો માહોલ છવાયો છે. જેમાં મોરબીના બહાદુર ગઢ ગામે એક યુવકે પ્રેમિકાની યાદમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યું હતું. જ્યારે બીજા બનવમાં માળીયા મીં.માં યુવકનુ ટાયર બદલાવતી વેળાએ વ્હીલ પ્લેટનો લોક છટકી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાના બહાદુર ગઢ ગામના પાટીયા પાસે એ.જી.એલ. બાથવેર કારખાનામા રહેતો અજયભાઇ ગલાભાઇ નાયક નામનો યુવકે ત્રણ વર્ષ અગાઉ પોતાના બાજુના ગામની છોકરીને ભગાડી લઇ ગયેલ હોય જે ત્રણ માસ અગાઉ જતી રહેલ હોય જેથી યુવકને મનમાં લાગી આવતા પોતાની જાતે બહાદુર ગઢ ગામના પાટીયા પાસે એ.જી.એલ. બાથવેર કારખાનાના નવા બનતા સેડમા સેન્ટીંગના લાકડા સાથે ચુંદડી વિટાળી ગળેફાસો ખાઇ મોતને વહાલું કર્યું હતું.

બીજા બનાવમાં, માળીયા મીં.માં ન્યુ નવલખી ખાતે રહેતો જમશેદભાઇ રજાકભાઇ અંશારી નામનો યુવક ગઈકાલે પોતાના ટ્રક-ટેઇલર ગાડીમા ડ્રાઇવર સાઇડના છેલ્લા જોટામા ટાયર બદલાવી રહ્યો હતો. તે વેળાએ ટાયરની વ્હીલ પ્લેટનો લોક (કયળો) છટકી જતા યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેને તાત્કાલિક સારવારમા માળીયા મી. સરકારી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યું હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!