Sunday, December 22, 2024
HomeGujaratરાજકોટ રેન્જ આઇજી દ્વારા વીસીપરા વિસ્તારની મુલાકાત લેવામાં આવી : લોકોએ પોલીસ...

રાજકોટ રેન્જ આઇજી દ્વારા વીસીપરા વિસ્તારની મુલાકાત લેવામાં આવી : લોકોએ પોલીસ સમક્ષ કરી રજૂઆત

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ છેલ્લા બે દિવસથી મોરબી જીલ્લાની મુલાકાતે છે ત્યારે મોરબીની ભૌગોલિક સ્થિતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતી નો તાગ મેળવી રહ્યા છે આં સાથે સાથે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ આજે મોરબી નાં છેવાડાના ગણવામાં આવતા વીસી પરા વિસ્તાર માં ‘મોહલ્લા દરબાર’ કાર્યક્રમ યોજી સ્થાનિક કક્ષાના પ્રશ્નો લોકો પાસેથી સાંભળ્યા હતા.ઉલ્લેખનીય છે કે વીસી પરા વિસ્તારમાં છેલલા કેટલાક સમયથી ચાલતી દેશી દારૂ સહિતની પ્રવૃતિઓ ફૂલી ફાલી ઉઠી છે જેને લઇને સામાન્ય જીવન ગુજારતા પરિજનો અને તેના મોભીઓ યુવાનો ગેરમાર્ગે દોરાય છે જેની માહિતી રાજકોટ રેન્જ આઇજી અશોકુમાંર યાદવ ને મળતાં તેઓએ મોરબીના વીસી પરા વિસ્તારમાં ઈતિહાસ માં પ્રથમ વખત ખાસ કાર્યક્ર્મ યોજી અને બાળકોના શિક્ષણ વિશે ખાસ માહિતી આપી હતી આં સાથે સાથે સમાન્ય વર્ગના લોકો વ્યાજના વિષ ચક્રમાંથી બહાર આવે તે માટે પોલીસ સતત ખડે પગે છે કેમ કે સમાન્ય વર્ગના લોકો જ વધુ વ્યાજ નાં ચક્કરમાં ફસાય છે અને બાદમાં તેની મોટી કિંમતો ચૂકવવી પડે છે આ ઉપરાંત મહિલાઓની હેલ્પલાઇન સુવિધાઓ માટે પણ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે લોકોને અવગત કર્યા હતા.આં કાર્યક્રમ દરમ્યાન મોરબી વી સી પરા વિસ્તારમાં બેફામ વહેંચતા દેશી દારૂના હાટડા સામે સ્થાનિક લોકોએ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ પાસે રૂબરૂ રજુઆત કરી હતી અને ત્વરિત ધોરણે બંધ કરાવવા પણ રજુઆત કરતા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા સ્થળ પર જ આવા દેશી દારૂના વીસી પરા વિસ્તારમાં ધમધમતાં હાટડા બંધ કરાવવા સૂચના આપવામાં આવી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત પણ લોકો સુધી પહોંચાડવામાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ એકંદરે સફળ રહ્યા હતા તો મોરબી પોલીસની ક્રાઈમ ,ટ્રાફિક તેમજ અન્ય મોરબી પોલીસની કાગમંગીરી ને બિરદાવી હતી આં કાર્યક્રમ માં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી,ડીવાયએસપી પી. એ.ઝાલા ,એડમણ ડીવાયએસપી અને મોરબી એલસીબી,એસ ઓંજી, બી ડિવિઝન પોલીસ સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!