Sunday, May 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન:મોરબી પોલીસ કઈ કઈ સુવિધાઓથી સજજ છે? વાંચો

મોરબી જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન:મોરબી પોલીસ કઈ કઈ સુવિધાઓથી સજજ છે? વાંચો

સતર્કતા અને ફરજનિષ્ઠાનું મૂલ્યાંકન કરવા રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જે સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર (મકનસર) ખાતે મોરબી જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ટોળાને કાબુમાં લેવા માટે કરવી પડતી કામગીરીનું મોકડ્રિલ પણ મોરબી જિલ્લા પોલીસના તાલીમ બદ્ધ જવાનો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોનું પ્રતિવર્ષે વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવે છે. જે અનુસંધાને વર્ષ 2023ના વાર્ષિક ઈન્સ્પેકશન સંદર્ભે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા Anti-terrorist Check Post, Building Intervention જેવા કૌશલ્યનું નિરિક્ષણ કર્યું હતું, અને પરેડ ગ્રાઉન્ડ ખાતે કવાયતો દરમ્યાન Weapon Handling Drillનુ નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારે વિવિધ કવાયતો દરમ્યાન Unarmed Combat પણ યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીટી, અનાર્મ કોમ્બેટ, ડોગ સ્કોડ, હૉર્સ યુનિટ, બૉમ્બ સ્કોડ સહિત તમામ કામગીરીનું અશોકકુમાર યાદવે ઇન્સ્પેકશન કર્યું હતું.જેમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવે મોરબી પોલીસની કામગીરીને બિરદાવી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે જે ઉકિત ખરા અર્થમાં સાર્થક થાય તે માટે મોરબી પોલીસ હમેશાં તત્પર રહે છે તે પરેડ પરથી લાગતું હોવાનું જણાવ્યું હતુ આં બાદ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબીનાં છેવાડાનાં વિસ્તારોમાં પણ પહોંચી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં અને યોગ્ય નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!