Saturday, January 4, 2025
HomeGujaratઓઇલ,ડિઝલ બાદ હવે કોલસા કૌભાંડ:માળીયાના નવલખી બંદર પર વજનમાં ગોલમાલ કરી લાખો...

ઓઇલ,ડિઝલ બાદ હવે કોલસા કૌભાંડ:માળીયાના નવલખી બંદર પર વજનમાં ગોલમાલ કરી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરતા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વિદેશથી આયાત કરાયેલા કોલસાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જેને લઈ વિદેશી કોલસા પર લાગતો ટેક્સ ઓછો ભરવા ભેજાબાજો દ્વારા નવતર કીમિયો અપનાવવામાં આવ્યો છે. જેમાં ટ્રક ચાલકો વે બ્રિજની કાંટા ચિઠીમાં ઘાલમેલ કરી ઓછું વજન દર્શાવી મોટી માત્રમાં કોલસો નવલખી પોર્ટ પરથી ઘુસાડતાં. જે કૌભાંડ અંગે માળીયા મીં. પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, નવલખી પોર્ટની અંદર આવેલ વે બ્રિજમાં નોકરી કરતા ધર્મેન્દ્રભાઇ બલવીરભાઇ રાઠોડ દ્વારા માળીયા મીં. પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, GJ-36-T-8180 નંબરના ટ્રકના માલીક તથા ચાલકે ફરિયાદીની વે બ્રિજની કંપનીની કોઇ પણ જાતની સહમતી વગર અંદાજે રૂ.૯૦,૦૦૦/-ની કિંમતનો ૧૦.૮૯૦ મેટ્રીક ટન ઇન્ડોનેશીયન કોલસાનો જથ્થો ચોરી કરી લઇ જતા હતા ત્યારે તેઓ ચેકીંગ દરમિયાન ટ્રક સાથે પકડાઇ જતા તેમની પાસે રહેલ ચિઠ્ઠી કરતા વધુ માત્રામાં કોલસો તેઓ લઈ જતા હોવાનું જઈ આવ્યું હતું. જેને લઇ માળીયા મીં. પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બીજા બનાવમાં, જામનગરમાં રામેશ્ર્વરનગર શેરી નં-૦૨ ‘‘ ઓમ ’’ વિકાસ રોડ, કે.પી. શા વાડીની સામે રહેતા દિપકકુમાર ગોપાલશંકર પુરોહીત નવલખી પોર્ટની અંદર શ્રીજી શીપીંગ નામની કંપની ચલાવે છે. જેના બનાવટી લોડીંગ પાસ બનાવી GJ-36-T-9400 નંબરના ટ્રકના ચાલક, GJ-36-T-8180 નંબરના ટ્રકના ચાલક, GJ-12AZ-6755 નંબરના ટ્રકના ચાલક, GJ-12BY-8780 નંબરના ટ્રકના ચાલક તથા માલીકોએ બનાવટી લોડીંગ પાસનો ખરા તરીકે ઉપયોગ કરી ચારેય ટ્રકોમાં ૩૫X૩૫ મેટ્રીક ટન કોલસો કે જેની અંદાજીત કી.રૂ. ૧૪,૦૦,૦૦૦/- છે. તેનો પોર્ટમાં કોઇ જગ્યાએ વજન નહી કરાવી ગેઇટ પાસ મેળવ્યા વગર ભરી લઇ જઇ ફરીયાદીની કંપની સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!