શિવભક્તો આખું વર્ષ શિવરાત્રીની રાહ જોતા હોય છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આખો દેશ ભોલેનાથના આ મહાન ઉત્સવને ધામધૂમથી ઉજવે છે. ત્યારે મોરબીના મુંડિયા સ્વામીઆશ્રમ દ્વારા પણ મહાશિવરાત્રી નિમિત્તે શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવ પૂર જોરથી ઉજવવામાં આવ્યો હતો. શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવમાં લક્ષ્મી-નારાયણ, શિવગણ, નારદમુનિ, સાધુ સંતો સર્વ વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ નેહરુ ગેટ ચોક થી સુપર ટોકીઝ સુઘી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેનો મોરબીની ધર્મ પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો અને શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા. તેમજ રાત્રે સર્વ ધર્મ પ્રેમી જનતાએ ફરાળનો ભંડારો પણકર્યો હતો અને રાત્રે ચાર પોર પૂજા કરી હતી.