આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગરો પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતા હોય છે. જેને ડામવા પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડી દેશી-વિદેશી દારૂના વિક્રેતાઓને પકડી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ થી શંખેશ્વર મહાદેવમંદીર વાળી શેરીમા વિદેશી દારૂનું વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની ૨ બોટલ તથા રોયલ ચેલેન્જ પ્રીમીયમની ૧૮ બોટલ મળી કુલ ૨૦ બોટલના રૂ,૯૭૫૦/-ના મુદ્દામાલ સાથે તાહીરભાઇ યુનુસભાઇ બેલીમ (રહે.મોરબી વાવડીરોડ ભગવીતપાર્ક) નામના શખ્સને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ મહેન્દ્રનગર ચોકડી નજીક ઉમા રેસ્ટોરેન્ટ પાસે શંકાના આધારે રાકેશભાઇ અંબાપ્રતાપભાઇ પંડ્યા (રહે.ગ્રીન ચોક પાસે નાની બજાર મોરબી) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરી શંકા જણાતા તેની તપાસ કરતા આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ મેક ડોનાલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કીની રૂ.૩૭૫/- ની એક બોટલ મળી આવતા પોલીસે આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
ત્રીજા દરોડામાં, અદેપર ગામની સીમમાં નાળીયેરી ગામ તરફ જવાના રસ્તા પર આવેલ ભુપત ઉર્ફે ભુદર ધરમશીભાઇ વાઘાણીની વાડી ખેતરની બાજુમાં આવેલ ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સ્થળ પર રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો આશરે ૪૦૦ લીટર ઠંડો આથોઝડપી પાડ્યો છે. જો કે આરોપી ભુપત ઉર્ફે ભુદર ધરમશીભાઇ વાઘાણી સ્થળ પર મળી ન આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.