મોરબીમાં વધુ એક સીરામીક કારખાનામાં કામ કરતા મજુરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ઉચી માંડલ અને નીચી માંડલ વચ્ચે નીચી માંડલ ગામની સીમ મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા બીરા રાધુઆ દેહુરી નામના યુવકે ગઈકાલે કોઇ કારણોસર મેપ્સ સીરામીક કારખાનાના લેબર ક્વાટરમાં ગળાફાંસો ખાઇ લેતા તેના સંબધી તુલશીબેન તેઓને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલ હતા. પરંતુ બીરા રાધુઆ દેહુરીને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.