હળવદ શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તાઓ વરસાદી પાણીના કારણે ખરાબ થઈ ગયા હતા. જેમાં હળવદ શહેરનો મુખ્ય માર્ગ ( ગૌરવ પથ ) જે ત્રણ રસ્તાથી લઇ સરા નાકા થઈ અને વૈજનાથ ચોકડી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જે રોડનું સત્વરે નવીનીકરણ થાય તે માટે ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનકુમાર રાજેન્દ્રભાઈ દવેએ પત્રમાં લખ્યું છે કે, હળવદ શહેર જે હળવદ તાલુકાનું મુખ્ય મથક છે અને હળવદ શહેરનો મુખ્ય માર્ગ ( ગૌરવ પથ ) જે ત્રણ રસ્તાથી લઇ સરા નાકા થઈ અને વૈજનાથ ચોકડી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે આ રોડ પર એસ. ટી બસો – દવાખાનામાં આવતી એમ્બ્યુલન્સ જેવા વાહનો અને પ્રતિદિન હજારો વાહનો આ માર્ગે પરિવહન કરી રહ્યા છે. આ માર્ગ છેલ્લા ૩ વર્ષ ઉપરના સમયથી અતિ બિસ્માર હાલતમાં છે. તો સત્વરે આ માર્ગનું નવિનીકરણ થાય તે જરૂર છે. આ નવો રસ્તો બને તે માટે જરૂરી કાર્યવાહી કરવા વીનંતી છે અને નવીનીકરણ ના થાય ત્યાં સુધી આ રસ્તાનું સત્વરે સમારકામ થાય તે ખૂબ જરૂરી છે. તેમ મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનકુમાર રાજેન્દ્રભાઈ દવેએ પત્રમાં જણાવ્યું હતું.