મોરબી તાલુકા પોલીસ મથકની ટીમે ચોરી ના બનાવને અંજામ આપે તે પેહલા જ ત્રણ ઇસમોની ચોર ટોળકીને ઝડપી પાડી છે અને તેની પાસેથી ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરવામાં આવ્યા છે.
જેમાં મોરબી તાલુકા પોલીસ મથકની ટીમે મોરબીના જેતપર રોડે પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન બેલા ગામ પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં ત્રણ ઈસમો શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા હોય જેને કોર્ડન કરીને પૂછપરછ હાથ ધરી હતી અને તેમની પાસેથી લોખંડનુ કટર અને ડિસમિસ જેવા સાધનો પણ મળી આવતા તમામને મોરબી તાલુકા પોલીસ મથકે લઈ જવાયા હતા.
જે બાદ ત્રણે ઇસમોની યુક્તિ પ્રયુકતી થી પૂછપરચ હાથ ધરી હતી અને ઝડપાયેલા ત્રણે ઈસમો વિરુદ્ધ ક્યાંય ગુનો નોંધાયેલો છે કે કેમ તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ત્રણે ઇસમ અકરમ રજાકભાઈ સંધાર (ઉ.વ.૩૦ ધંધો માછીમાર રહે.હુસેની ચોક,ગોદિ વિસ્તાર,સલાયા જી.દેવભૂમિ દ્વારકા),એજાજ રજાકભાઈ સંધાર(ઉ.વ.૩૨ ધંધો માછીમાર રહે.હુસેની ચોક,ગોદિ વિસ્તાર,સલાયા જી.દેવભૂમિ દ્વારકા) અને સુલતાન આદમભાઈ બારોયા( ઉ.વ.૩૨ રહે.હાલ જામનગર મુ.રહે.સલાયા)વાળા હોવાનું માલુમ પડ્યું હતું તેમજ ચોર ટોળકી ના અકરમ વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ૧૩ જેટલા ગુના ,એજાજ વિરુધ ૧૦ ગુના અને સુલતાન વિરુદ્ધ ૭ ગુના નોંધાયેલા છે .આમ મોરબી તાલુકા પોલીસ ની સતર્કતા થી બેલા રોડ પર રીઢા ચોરો ચોરીનાં બનાવો આચરે તે પેહલા જ ઝડપી પાડવામાં આવ્યા છે અને અગાઉ મોરબી જિલ્લામાં ક્યાંય ચોરી કરી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.