મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બગથળા ગામે પારેવડી ચોકમાંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે બાતમીના આધારે ચોરાયેલ ટ્રેકટરની ટ્રોલી સાથે એક શખ્સને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તાજેતરમાં મોરબી જીલ્લાનુ વાર્ષિક ઇન્સ્પેકશન લેવામાં આવેલ હોય જે દરમ્યાન મોરબી જીલ્લામાં અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય ત્યારે મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોકમાંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી થયેલ હોય અને આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ સ્ટાફૅ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી તેમજ આઉટસોર્સના માધ્યમથી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. તેઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, ટ્રોલીની રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના હરીપરપાળ ગામના મુકેશભાઇ બાબુભાઇ કોળીએ ચોરી કરેલ છે. જે હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફથી ટીમે તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ તપાસમાં જવા ટીમ રવાના કરતા ઇસમ મુકેશભાઇ બાબુભાઇ પરમાર (રહે. ગામ હરીપરપાળ, તા.લોધીકા, જી.રાજકોટને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતો હોય જેથી ઇસમે ચોરી કરેલ GJ-03-1-6635 નંબરની રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની ટ્રોલી તથા ટ્રોલી લઇ જવામાં ઉપયોગમાં લીધેલ GJ-10-K-2611 નંબરનું રૂ.૩,૦૦,૦૦૦/- ની કિંમતનું લાલ કલરનુ મહિન્દ્રા કંપનીનુ ટ્રેકટર મળી કુલ રૂ.3,30,000/-નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.