રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક બન્નો જોશી મોરબી જીલ્લામાં આવ્યા હતા. તેઓએ મોરબી સબ જેલ ખાતે તકેદારી નિવારણ તથા જેલની શિસ્ત સલામતી તથા કેદીઓ સાથે સંવાદ હેતુ સાથે મુલાકાત લીધેલ હતી. જેમાં તેઓએ સલામતીના સાધનોની સમીક્ષા તેમજ જેલની શિસ્ત અને સલામતી અંગે માહિતી મેળવી હતી. અને જરૂરી સલાહ સૂચનો પોલીસ અધિકારીઓને આપ્યા હતા. ત્યારે આ મુલાકાત દરમિયાન મોરબી જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક બન્નો જોશી સાથે હાજર રહેલ હતા.