Thursday, November 28, 2024
HomeGujaratહળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઇસમો પોલીસ...

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઇસમો પોલીસ ગિરફ્તમાં

રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવે પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સૂચનાઓ આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. ડી.એમ.ઢોલને મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે તેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પંચમુખીઢોરા વિસ્તારમાં જાહેરમાં બે ઇસમો વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે આધારે રેઇડ કરતા ભરતભાઇ ગોરધનભાઇ પાટડીયા (રહે. પંચમુખી ઢોરા,ટેલીફોન એક્ષચેન્જ પાસે, હળવદ) તથા પ્રદિપભાઇ સંજયભાઇ ભામરે (રહે. જી.આઇ.ડી.સી.દુધ ડેરી પાસે, હળવદ મુળ ગામ-ખરડા, શિવમંદિર પાછળ, તા.દેવડા જી.નાસીક મહારાષ્ટ્ર) નામના બે ઇસમોને રોકડા રૂપિયા ૧૫૦૦૦/- તથા વર્તી સાહિત્ય, ૦૨ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓની પૂછપરછ કરતા અનિલભાઇ જેરામભાઇ દેકાવાડીયા (રહે. ટેલીફોન એક્ષચેન્જ પાછળ, હળવદ)નું નામ ખુલતા કુલ ત્રણ ઇસમો વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. અને અનિલભાઇને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!