Thursday, November 28, 2024
HomeGujaratહવે પરીક્ષાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવા વાળાની ખેર નથી: ગુજરાત જાહેર પરીક્ષા...

હવે પરીક્ષાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવા વાળાની ખેર નથી: ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક બિલ વિધાનસભામાં સર્વ સંમતિથી પસાર થયુ

ગુજરાતમાં વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા કર્યા, જોકે હવે સરકારે તેની પર નો ટોલરન્સ નીતિ અપનાવી છે. ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું છે. ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું છે. જેમાં પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ના હોવાના કારણે તેઓને છૂટવાનો અવસર મળતો હતો. જેના લીધે ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે

- Advertisement -
- Advertisement -

ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે ગૃહમાં પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે. ત્યારે આ બાબતે હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બિલમાં કોઈપણ પ્રકારની ક્ષતિ, ભૂલ રહી ગઈ હોય તે સૂચન મોકલજો. તેમજ હું તમામ લોકોના સૂચન અને ટીકા સાંભળવા તૈયાર છું. ગુજરાતની સરકાર, વિપક્ષે મહદઅંશે તમામ કલમોનું સમર્થન કર્યું છે. વિપક્ષના સભ્યોએ મુદ્દો સૂચવ્યો તેને સરકારે ધ્યાને લીધો. તેમજ ધો.10-12 ના વિદ્યાર્થીઓ મુદ્દેના વિપક્ષના સૂચન પર તાત્કાલીક સુધારો કર્યો છે. વિપક્ષના સદસ્યોના તમામ પ્રશ્નનાં જવાબ આપવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજની ક્ષણો વિધાનસભાની કામગીરી ઈતિહાસમાં લખાશે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા. ગુજરાતની ધરતી પર હવે કોઈ પરીક્ષાર્થી ભૂલ કરશે તો છટકબારી નહી મળે. કોઈએ શોર્ટ કટ પકડ્યો તો જીવનભર પરીક્ષા આપી નહી શકે. આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે અને આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થશે. આ કાયદા માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. બંધારણ પ્રમાણે જુના કેસોને આ કાયદા અંતર્ગત લાવી નહી શકાય. આવનારી પંચાયતની પરીક્ષા માટે હસમુખ પટેલને નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કોઈપણ વિદ્યાર્થી લેભાગુ શખ્સોનાં વિશ્વાસમાં ન આવે. આ કાયદામાં કોઈ છટકબારી રાખવામાં આવી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!