હળવદ તાલુકાના ટિકર ગામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં હળવદના મિયાણી ગામના બે ઈસમોએ એક ખેત મજૂરને કોઈ કારણોસર માર મારતાં મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના મિયાણી ગામ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા હરખાભાઇ હરજીભાઇ ઝીંઝુવાડીયાને તે જ ગામનાં અક્ષયભાઇ ચતુરભાઇ સાતોલા તથા રવિભાઇ રાઘુભાઇ મકવાણા નામના શખ્સોએ ગત તા.૧૮/૦૨/૨૩નાં સાંજના સાડા પાચેક વાગ્યે કોઈ કારણોસર લાકડાના ધોકાથી તથા ઢિકાપાટુનો માર મારી મુઢ ઇજા કરી ફરીયાદીને બંને આરોપીઓએ ગાળો આપી ધમકીઓ આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.