મોરબી પંથકમાં આસ્થા શ્રધ્ધાના પ્રતીક સમા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ નવલખી રોડ પર મિલન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં ૧૧ યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા દીકરીઓને કરિયાવરમાં સોના – ચાંદી આભૂષણોથી માંડી ગૃહ ઉપયોગી તમામ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્ન નો તમામ ખર્ચ શ્રી ધક્કાવાળી મેલડી મંદિર તરફથી કરવામાં આવેલ સમુહ લગ્નની શાસ્ત્રોક્ત વિધિ હિરેનભાઈ .પી. પંડ્યા તરફથી કરવામાં આવી હતી આ સમૂહલગ્નમાં ગરીબ જરૂરિયાતમંદ ને મા-બાપ વગરની દીકરીઓને પસંદગી આપવામાં આવી હતી આયોજકો આગામી સાતમાં સમૂહલગ્ન માં ૨૧ દીકરીઓના સમૂહ લગ્ન કરવાની જાહેરાત કરાઈ હતી આ સમૂહલગ્નનો લાભ વધુ ને વધુ જરૂરીયાતમંદ પરિવાર લે તેવા અનુરોધ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે
શ્રી ધક્કાવાળી મેલડી મંદિર તરફથી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરાય છે સમુહલગ્ન.દવાખાનું. ગૌશાળા.વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ. નવરાત્રી.સહિત પ્રવૃત્તિ કરાય છે વિનુભાઈ ડાંગર. રઘુભા ઝાલા. ધનુભા જાડેજા. શૈલેષ જાની. ભાવેશ મહેતા. રમેશ પટેલ. ધીરુભા જાડેજા. દિલીપ સોલંકી. મહેશ અનડકડ. સહિત યુવાનો સેવા આપે છે..