મોરબી જીલ્લા સહીત ગુજરાત રાજ્યના તમામ CNG ગેસ પંપ સંચાલકો દ્વારા આગામી તા.3જી માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર રહેશે. CNG ગેસ પંપ ધારકોના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા પેટ્રોલિયમ અસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ડાભીના જણાવ્યા અનુસાર આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની અગત્યની મીટીંગ બોલાવેલ હતી. જેમાં ઘણા સમયથી CNG ગેસ પંપ ધારકોના પડતર પ્રશ્નો માટે વારંવાર રજૂઆતો કરવા છતાં ઓઇલ કંપની તરફથી કોઈ નક્કર સમાધાન નિરાકરણ ન આવતા તથા પડતર પ્રશ્નો માટે યોગ્ય નિર્ણય ન લેવાતા, હવે ગુજરાતના તમામ ગેસના પંપ અચોક્કસ મુદતની હડતાળ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે આગામી તા. 3માર્ચ 2023થી લાગુ કરવામાં આવશે. જેથી તા.3જી માર્ચથી મોરબી જીલ્લા સહીત ગુજરાતના તમામ CNG ગેસ પંપ પર CNG ગેસનું વિતરણ બંધ