Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના લાતિપ્લોટમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેઈડ : સંચાલક સહીત ૧૦ શકુનિઓની...

મોરબીના લાતિપ્લોટમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેઈડ : સંચાલક સહીત ૧૦ શકુનિઓની ધરપકડ

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે લાતીપ્લોટ ૧-૨ વચ્ચે રીધ્ધી સિધ્ધી પાન વાળી શેરીમાં રેઇડ કરી શહેરની વચ્ચોવચ આવેલા વિસ્તારમા ધમધમતું જુગારધામમાં ઝડપી લીધું હતું. અને ૧૦ શકુનિઓ પાસેથી કુલ રૂ.૭,૦૨,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી કે, લાતીપ્લોટ ૧-૨ વચ્ચે રીધ્ધી સિધ્ધી પાન વાળી શેરી વિશાલ સ્ટોર પાછળ એક ઓફિસમાં જુગારધામ ધમધમી રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર (રહે.મોરબી લાતીપ્લોટ-૪ અલ્લારખાની દુકાનની સામે)ની ઓફીસમાં રેઇડ કરી પ્રિયદર્શન દ્વારા સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું છે. અને તેમાં જુગાર રમતા ભરતભાઇ તળશીભાઇ સાંદેશા (રહે.મોરબી લાતીપ્લોટ-૪ અલ્લારખાની દુકાનની સામે), અક્ષય મગનભાઇ વિઠ્લાપરા (રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી), કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા (રહે.જુનાદેવળીયા તા.હળવદ જી.મોરબી), કાંતીલાલ માવજીભાઇ શેરરીયા (રહે.મોરબી ઉમાટાઉનશીપ સાંઇ પેલેશ બ્લોક નંબર-૪૦૧), દિનેશભાઇ વલ્લભભાઇ રંગપરીયા (રહે.મોરબી આલાપરોડ, તીરૂપતિ સોસાયટી શ્યામનિવાસ), રણદીપભાઇ હરજીભાઇ કાવઠીયા (રહે.બેલા તા.જી.મોરબી), જયેશભાઇ કેશવજીભાઇ કલોલા (રહે.મોરબી શનાળારોડ પંચવટી સોસાયટી શેરી નંબર-૨), રમજાન ગફુરભાઇ માલાણી (રહે.મોરબી વાવડીરોડ ક્રિષ્ના પાર્ક શેરી નંબર-૨) તથા કપીલભાઇ ભગવાનજીભાઇ અધારા (રહે.મહેન્દ્રનગર ઉગમણા જાપે) નામના જુગારીઓને પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી રોકડ રૂ.૨,૯૧,૪૦૦/-, ૧૫ મોબાઇલ ફોન રૂ.૮૧,૦૦૦/- તથા ૩ વાહન રૂ.૩,૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૦૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી સંચાલક સહીત 10 બાજુગારો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!