મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. એક બાદ એક જીવલેણ હુમલા, મારામારી સહિતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે દલવાડી સર્કલ નજીક અસામાજિક તત્વોએ જાહેરમાં યુવક પર હથિયારોથી જીવલેણ હુમલો કર્યો છે. જેથી યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ ધટનાની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, મોરબીના તુલસીપાર્કમાં રહેતા રમેશભાઈ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા પોતાના ઘર પાસ રેતી સરખી કરાવતા હોય તે દરમ્યાનઓમાનભાઈ અશરફભાઈ ધારાણી નામનો શખ્સ ત્યાંથી પોતાની મોટર સાઈકલ લઈને ફૂલ સ્પીડમાં પસાર થતા રમેશભાઈને ગટરના પાણીના છાટા ઉડતા તેઓએ આરોપી ઓમાનભાઈને ઠપકો આપ્યો હતો. જે આરોપીને ન ગમતા તેણે બનાવનો ખાર રાખી ગત રાત્રીના સાંજના સમયે ફરિયાદી રમેશભાઈ પોતાનું જીજે ૩૬ એન ૯૬૦૦ નંબરનું બુલેટ લઈને પોતાના ઘરેથી મોરબી શહેરમા જતા હોય દરમિયાન આરોપી ઓમાનભાઈ અશરફભાઈ ધારાણી અને સલમાનભાઈ ઉમેદભાઈ ધારાણી (રહે. બંને મોરબી ફિદાઈબાગ વોરા સોસાયટી)એ સ્કુટર પર પાછળથી આવી ફરિયાદી રમેશભાઈને માથાના પાછળના ભાગે લોખંડના પાઈપનો એક ધા મારી રમેશભાઈને બુલેટ સાથે રોડ પર પાડી દઈ બંને આરોપીઓએ રમેશભાઈ સાથે બોલાચાલી કરી મારી નાખવાનાં ઈરાદે છરી વડે શરીરે આડેધડ ધા મારી ગંભીર ઈજા પહોચાડતા ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામ આવ્યા હતા. જેસમગ્ર મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.