કહેવાય છે કે, કોઈ પણ સફળ માણસની પાછળ તેના શિક્ષકનો ખુબ મોટો હાથ હોય છે. ત્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્કૂલોમાં એન્યુઅલ ફંકશનનો માહોલ જામી ઊઠે છે. જે માહોલ દરમિયાન વયુગ વિદ્યાલય-મો૨બી દ્વારા ‘સિતા૨ે નવયુગ’ એન્યુઅલ ફંક્શનનું ભવ્યાતિ-ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ બંનેનું સન્માન કરવામાં આવ્યું છે.
નવયુગ વિદ્યાલય-મો૨બી દ્વારા જણાવ્યા અનુસાર, શાળામાં ‘સિતા૨ે નવયુગ’ એન્યુઅલ ફંક્શનનું ભવ્યાતિ-ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આયોજન કરવામાં આવ્યું હતું. S.S.C. અને H.S.C. બોર્ડમાં આવેલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તથા બોર્ડનું ઉચ્ચ રીઝલ્ટ લાવનાર શિક્ષકોને શીલ્ડ, ગીફ્ટ અને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્કૂલ કક્ષાએ વિવિધ પ૨ીક્ષાઓ તથા ઈત્તર પ્રવૃતિમાં જિલ્લા તેમજ રાજયકક્ષાએ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું, સ્કૂલમાં તમામ ક્ષેત્રે બેસ્ટ પર્ફોમન્સ આપનાર એવા વિદ્યાર્થીઓ અઘેરા હિત એ., કંડિયા નિજ એમ., ભેંસદડિયા રાધે એ., દેત્રોજા સંસ્કૃતિ એ., કાઠિયા નંદની ડી., ચારોલા સ્મિત જે. નું પણ મેડલ તથા શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજ૨ ૨હી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. તેમજ સંસ્થાના સુપ્રિમો પી. ડી. કાંજીયા, રંજનબેન પી. કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાની પ્રેરણા અને માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના સમસ્ત સ્ટાફે જહેમત ઉઠાવેલ હરિ અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.