મોરબી જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે. પરંતુ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો મોટી કબ્જે કર્યો છે. જેમાં કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીનાં આધારે મોરબી માધાપર શેરી નંબર-રર રામજી મંદિર વાળી શેરીમાં આવેલ સાહીલ ઉર્ફ સ્મિત હિતેષભાઇ વિઠલાપરાના રહેણાંક મકાને રેઇડ કરી આરોપી સાહીલ ઉર્ફ સ્મિત તથા અંકિત અરૂણભાઇ રાઠોડ (રહે.મોરબી સૌમેયા સોસાયટી)એ એકબીજાએ મેળાપીપણુ કરી પાસ પરમીટ કે આધાર વગર પરપ્રાંતીય વિદેશી દારૂની રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેકટ વ્હીસ્કીની રૂ.૩૧૨૦/-કિંમતની કુલ ૦૬ બોટલોનો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે પોતાના રહેણાંક મકાનમાં રાખી મુક્તા સાહીલ ઉર્ફ સ્મિત હિતેષભાઇ વિઠલાપરા રેઇડ દરમિયાન મળી આવ્યો હતો. જયારે અંકિત અરૂણભાઇ રાઠોડ નહિ મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા દરોડામાં, મોરબીના રવાપર રોડ નવજીવન સ્કુલની આગળ બુટાની વાડી ખાતે રહેતા અને લીલાપર કેનાલ રોડ બોરીયા પાટીની પાસે સદગુરૂ ફ્લોર મીલ નામની ઘંટીની દુકાન ધરાવતા મોતીભાઈ શીવાભાઈ પરમાર નામના શખ્સ પોતાની દુકાનમાં ચોરી છુપીથી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની હકીકતના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે સ્થળ પર રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડૉલ્સ નં.૧ની ૩ બોટલના રૂ.૧૫૦૦/-ના મુદ્દામાલ સાથે મોતીભાઈ શીવાભાઈ પરમારને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, બેલા-રંગપર રોડ સત્યમ વે-બ્રિજ પાછળ કાચા રસ્તેથી એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી પ્રવિણભાઇ લખમણભાઇ સાલાણી (રહે. હાલ પીપળી શિવપાર્ક સોસાયટી-૦૧ મુળ ગામ ભીમાસર ખીજડીયા વાંઢ તા.રાપર જી.ગાંધીધામ (કચ્છ))નામના શખ્સની GJ-36-D-0647 નંબરની મોટરસાઈકલને રોકી તેની તપાસ કરતા આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કીની રૂ. ૧૮૭૫/-ની કિંમતની ૦૫ બોટલો મળી આવી હતી. જે દારૂ સહીત રૂ. ૧૫,૦૦૦/-ની મોટરસાઇકલ મળી કુલ રૂ. ૧૬,૮૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.