Saturday, January 18, 2025
HomeGujaratવાંકાનેરમાં પેસેન્જર વાહનનો ધંધો કરતા બે ડ્રાઇવરો વચ્ચે બાબત થતા મામલો લોહિયાળ...

વાંકાનેરમાં પેસેન્જર વાહનનો ધંધો કરતા બે ડ્રાઇવરો વચ્ચે બાબત થતા મામલો લોહિયાળ બન્યો : સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મારામારી સહિતના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને અમુક અસામાજિક તત્વો જિલ્લાની શાંતિને હણવાનો પૂરેપૂરો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. તેમજ આવા અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેમ એક બાદ એક ગુનાઓ આચરતા જાય છે. ત્યારે ગઈકાલે વાંકાનેરમાં પેસેન્જર વાહનનો ધંધો કરતા બે ડ્રાઇવરો વચ્ચે બાબત થઈ હતી. જેમાં બંને લોકોએ પોતાના સાથીઓ સાથે એક બીજા પર હુમલો કરતા લોહિયાળ જંગ ખેલાયો હતો. જે મામલે સામસામી ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ફરિયાદ અનુસાર, વાંકાનેરનાં જેતપરડા ખાતે રહેતા બાબુભાઇ મોનાભાઇ સરૈયા નામનો ડ્રાઇવીંગનો ધંધો કરતો યુવક ગઈકાલે બપોરે વાંકાનેર જીનપરા હાઈવે રોડ પર હતો. ત્યારે તેના વિરોધી ધંધાર્થીઓ હુશેનભાઇ મહમદભાઇ પીપરવાડીયા અને ફૈઝલ હુશેનભાઇ પીપરવાડીયા કે જે પણ પેસેન્જર વાહનનો ધંધો કરતા હોય જે પેસેન્જર ભરવા બાબતે ભુંડા બોલી ગાળો આપી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી હુશેનભાઇ મહમદભાઇ પીપરવાડીયાએ છરી વડે ડાબા હાથે પંજામાં ઇજા કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બીજી ફરિયાદ અનુસાર, વાંકાનેર જીનપરા શેરીનં-૧૩ ખાતે રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા હુસેનભાઇ મહમદભાઇ પીપરવાડીયા નામના આધેડ ગઈકાલે બપોરે વાંકાનેર જીનપરા હાઈવે રોડ પર હતા. ત્યારે બાબુભાઇ ભરવાડ, કરણભાઇ પ્રજાપતી તથા ત્રણ અજાણ્યા માણસોએ હુસેનભાઇ મહમદભાઇ પીપરવાડીયાએ વાહના પેસેન્જર ભરવા બાબતે ફરિયાદી સાથે સામાન્ય બોલાચાલી થતા આરોપીઓએ ભુંડા બોલી ગાળો આપી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી બાબુભાઇ ભરવાડે પહેરેલ કડા વડે છાતીમાં મુઢ માર મારી તથા કરણભાઇ પ્રજાપતીએ મુંઢમાર મારી તથા પાછળથી ત્રણ અજાણ્યા માણસો આવી ઢીકા પાટુનો માર મારતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!