છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમાં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ૫ ઈસમોને મહેન્દ્રનગર ઉમાવિલેજ પાછળ મફતીયાપરા વિસ્તાર મેલડીમાંના મઢ પાસે જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર ઉમાવિલેજ પાછળ મફતીયાપરા વિસ્તાર મેલડીમાંના મઢ પાસે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા દેવરાજભાઇ દામજીભાઇ વિલપરા (રહે.મહેન્દ્રનગર ઉગમણા જાપા પાસે મોરબી-૨), હરીભાઇ છગનભાઇ સાદરીયા (રહે.મહેન્દ્રનગર પંચાયતની બાજુમાં મોરબી-૨), લખમણભાઇ રતનશીભાઇ દલસાણીયા (રહે.મહેન્દ્રનગર ઉગમણાજાપા પાસે મોરબી-૨), અમરશીભાઇ વિરજીભાઇ બારૈયા (રહે.મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર મોરબી-૨) તથા બાબુલાલ લાલજીભાઇ સાણંદીયા (રહે.મહેન્દ્રનગર શીતળામાં વિસ્તાર મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૭,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.