Sunday, January 5, 2025
HomeGujaratસુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન મહાકાળીમાં ના દર્શનનો સમયગાળો નક્કી...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન મહાકાળીમાં ના દર્શનનો સમયગાળો નક્કી કરાયો :જાણો ક્યારે કરી શકશો દર્શન?

સુપ્રસિદ્ધ પત્રધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અને પાવાગઢનો વિકાસ કરવામાં આવ્યા પછી અહીં આવતા ભક્તો અને પ્રવાસીઓ માટે જે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેનાથી પાવાગઢની યાત્રા અને પ્રવાસ સરળ અને સુવિધાસભર બનતા અહીં રાજાઓ અને તહેવારો દરમ્યાન લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. ત્યારે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન ભક્તો મહાકાળી માં ના દર્શન ક્યારે કરી શકશે તે અંગેનો સમયગાળો નક્કી કરાયો છે.

- Advertisement -
- Advertisement -

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૨૨ માર્ચથી ૦૬ એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે. જેમાં ચૈત્રી નવરાત્રિના ૧૬ દિવસ દરમ્યાન મહાકાળી માં નો મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. તેમજ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના માઈભક્તો પણ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટી પડે છે. જેને ધ્યાને લઈ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિ ભક્તો માટે દર્શનનો સમય નક્કી કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!