મોરબી એલસીબી મિલકત સંબંધી ગુનાની તપાસમાં માળીયા મી. પહોંચી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે માળીયા મીં. તળાવ નજીક એક શખ્સ હથિયારો સાથે ઉભો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દેશી તમંચા તથા ૦૩ જીવતા કાર્ટીઝ સાથે એક શખ્સને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ હથિયારના કેસો વધુને વધુ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળીયા મીં. તળાવ નજીક મોટી બજારના જુના ઝાપા પાસેથી આરોપી સદામભાઇ અનવરભાઇ મુલ્લા મિંયાણા (રહે.માળીયા મીં. માલાણી શેરી તા.માળીયા મીં. જી.મોરબી)ને ગેરકાયદેસર રૂ.૫,૦૦૦/-ની કિંમતના દેશી હાથ બનાવટના દેશી તમંચા તથા રૂ.૩૦૦/-ની કિંમતના ૩ જીવતા કાર્ટીઝ સાથે પકડી પાડી માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.