મોરબી જિલ્લામાં બેફામ ખનીજચોરી કરવામાં આવતી હોય અને છાશવારે ખનીજ ચોરીની ફરિયાદોને પગલે ખાણ ખનીજ વિભાગની ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી. જેમાં બે દિવસમાં જ હળવદ અને મોરબી પંથકમાંથી 13 ડમ્પર અને 2 હિટાચી મશીન સહીત ૩ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાણ ખનીજ અધિકારી જે એસ વાઢેરની સુચનાથી માઇન્સ સુપરવાઈઝર ગોપાલ ચંદારાણા મિતેશ ગોજીયા તેમજ સર્વેયર ગોપાલભાઈ સુવા દ્વારા છેલ્લે 2 દિવસમાં અલગ અલગ સ્થળો ખનીજ ચોરી કરતા તત્વો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગત શનિવારે મોરબી શહેર માંથી જીજે-૧૩-એડબ્લયુ-૪૭૮૪ નંબરના ટ્રકમાંથી ફાયર કલે ખનિજનું વાહન થતું પકડી પકડી પાડ્યું હતું. તેમજ ચરાડવા ખાતેથી જીજે-૦૧-ડીઝેડ-૮૬૩૧ અને જીજે-૦૯-એયુ-૯૯૭૬ નંબરના ગેરકાયદેસર રાજસ્થાની માટી ભરેલ ટ્રક ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ગત શનિવારે મોરબી તાલુકાના જેતપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોય નદીનાં પટ્ટ વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.અને એક હીટાચી મશીનથી થતી ગેરકાયદેસર સાદી રેતીની ચોરી કરતા શખ્સોને પકડી પાડ્યા હતા. આમ તા.૧૯/૦૩/૨૦૨૩ના રવિવાર રજાના દિવસે પણ મોરબી જીલ્લાની ખાણ ખનિજ ટીમ દ્વારા મોરબી તાલુકાના કાંતીપુર ગામમાંથી ગેરકાદેસર માટી-મોરમ ખનિજના ખોદકામ સબબ એક હીટાચી મશીન અને ૧૦(દસ) ડમ્પરો પકડવામાં આવેલ હતા. જે માટી/મોરમ ખનિજનુ ખોદકામ હાઇવે કોન્ટ્રાકટર દીલીપ બિલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા કરી નેશનલ હાઇવેના કામમાં ઉપયોગમાં લેતા હતા. આમ મોરબી જીલ્લાની ખાણ ખનિજની ટીમ દ્વારા છેલ્લા ૦૨ દિવસમાં કુલ ૧૩ ડમ્પર અને ૨ હિટાચી મશીન ગેરકાદેસર ખનિજ ખોદકામ અને વહન કરતા પકડી પાડ્યા હતા અને અંદાજે ૩ કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો.