મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મારામારી સહિતના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને અમુક અસામાજિક તત્વો જિલ્લાની શાંતિને હણવાનો પૂરેપૂરો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે બે શખ્સો છરી સાથે યુવક પર તૂટી પડ્યા હતા. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨, સર્કીટ હાઉસ સામે,વિધુતનગર સોસાયટી મીલની દિવાલ પાસે રહેતા યોગેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા નામના યુવકે એકાદ માસ પહેલા યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ (રહે હરીપાર્ક મોરબી વાળો)ને શેરીમાં ગાળો બોલવાની ના પાડેલ હોય તે વાતનુ મનદુખ રાખી આરોપીએ તેના મિત્ર સાથે ફરિયાદીના ઘર પાસે ધસી આવી ગાળો આપી યુવરાજસિંહએ છરીના ઘા ફરીયાદીને માથાના ભાગે બન્ને હાથે તથા પીઠના ભાગે ઇજા પહોચાડી તથા પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી અને તેના મિત્રે ઢીક્કા પાટુનો માર મારી ગુનામાં મદદગારી કરતા બંને વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.