ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. તેવામાં મોરબીમાં તો કોરોનાએ રોકેટ ગતિએ આગળ વધી ત્રણ જ દિવસમાં હાફ સેંચૂરી વટાવી છે. મોરબી આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે જિલ્લામાં કોરોનાના કુલ 23 પોઝીટિવ કેસ નોંધાયા છે.
મળતી માહિતી અનુસાર, આજે મોરબી જિલ્લમાં કોરોનાને લગતા 1038 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી તાલુકામાં જ 21 કેસ નોંધાયા હતા. જેમાંથી 8 શહેરમાં જયારે 13 ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા હતા. તેવી જ રીતે વાંકાનેર અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાંથી એક-એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. જે મળી હાવી મોરબી જિલ્લામાં આજે 23 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેને લઈ હવે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 61 પર પહોંચી છે.