Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં મોડી રાત્રે કરિયાણાની દુકાનમાં બની આગજનીની ઘટના : લાખો રૂપિયાનો સમાન...

મોરબીમાં મોડી રાત્રે કરિયાણાની દુકાનમાં બની આગજનીની ઘટના : લાખો રૂપિયાનો સમાન આગમાં ભસ્મીભૂત

મોરબીમાં મોડી રાત્રે કરિયાણાની દુકાનમાં આગની ઘટના બની હતી. કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયર વિભાગની ટીમને જાણ કરતા તે પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં મોડી રાત્રે ડી. એન. નામની કરિયાણાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. અને આ આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્રણ માળની આ દુકાનમાં આગ પ્રસરી જતાં આખી દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો સમાન આગમાં ભસ્મીભૂત થયો હતો. ત્યારે આગ લાગવા અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતા જ તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદ્નસીબે આ આગમાં જાનહાની થઈ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!