દેશ નહીં પરંતુ દુનિયાભરમાં ચકચાર જગાવનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપ ના MD જયસુખ પટેલ હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે અને કેટલાંય લોકો ગંભીર ઈજાના કારણે અપંગતા ભોગવી રહ્યાં છે જેમાં પીડિતો પરિવારોએ સુપ્રીમ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટ ના દ્વાર ખખડાવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા જયસુખ પટેલને મૃતકોના પરિવારજનોને 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ વળતર ચૂકવવા ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો. જે આદેશના પગલે 7.31 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો ઑરેવા ગ્રુપે વળતર પેટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરટી ને ચૂકવી આપ્યો છે ને આગામી તારીખ પહેલાં બીજો હપ્તો પણ ચૂકવી દેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.