મોરબીમાં વધુ એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલકે કોઈ પણ પ્રકારનું સિગ્નલ આપ્યા વગર વાળી લેતા પાછળથી આવી રહેલ મોટર સાઇકલ ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે બે લોકોને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસથી આગળ જામ્બુડીયા ગામ તરફ જતા હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર આવેલ કોમેટ સિરામિક કારખાના તરફ જતા કાચા રસ્તા પાસેથી પ્રવિણભાઇ બિજલભાઇ સુરેલા (રહે હાલ નવા જામ્બુડીયા ગામની સીમ સેલ્ફી સીરામિક કારખાનાની મજુર ઓરડીમા તા.જી. મોરબી મુળ રહે ગામ આંબરડી તા.જી. સુરેન્દ્રનગર) પોતાના સાથીદાર સાથે પસાર થઇ રહ્યો હતો. ત્યારે GJ-03-BY-2974 નંબરના ટ્રક ટેઇલરના ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી ફરિયાદીના સાથીએ હોર્ન મારવા છતા આજુબાજુ જોયા વગર અચાનક ઝડપથી ખાલી સાઇડે પોતાની ટ્રક ટ્રેઇલર વાળી લેતા સાહેદના GJ-36-AA-1967 નંબરના હીરો એચ.એફ સીડી ડીલક્ષ મોટર સાઇકલ સાથે ખાલી સાઇડથી ભટકાડી સાહેદ તથા પાછળ બેઠેલ ફરીયાદીને રોડમા પાડી દઇ ફરીયાદીને મોટર સાઇકલ સાથે રોડમા ઢસડી ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે ટ્રક ટેઇલરના ડ્રાઇવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.