મોરબી પંથકમાં આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં જેની ધર્મ ની ધજા એઠડ મંદિરની આવકમાંથી સમૂહ લગ્ન, દવાખાનું, ગાયોને ઘાસચારો, નવરાત્રી મહોત્સવ, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, સહિત સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે અેવા મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીના નવરંગ માંડવાનું આયોજન તા ૩૧ -૩-૨૦૨૩ ને શુક્રવારે કરાયું છે સવારે શુભ ચોઘડીએ થાંભલી રોપણ સાંજે ૫:૩૦ વાગ્યે ભુવાશ્રીના સામૈયા ને સાંજે ૬:૦૦ વાગે મહાપ્રસાદ રાત્રે ૯:૩૦ વાગ્યે ડાકલાની રમઝટ જેમાં રાવળદેવ મિલનભાઈ ને કાથળભાઈ (મોટી જોગણી વાળા) માતાજીના દુહા છંદ ગરબાની રમઝટ બોલાવશે માતાજીના ભુવા શ્રી જીવણભાઈ ગરીયા, દેવાભાઈ ધીરુભાઈ, મનુભાઈ ગોવિંદભાઈ, બાબુભાઈ, સહિત ઉપસ્થિત રહેશે ધર્મપ્રેમી જનતાને માંડવાના દર્શન ને મહાપ્રસાદ નો લાભ લેવા શ્રી ધક્કાવાળી મેલડી મંદિર તરફથી આમંત્રણ પાઠવ્યું છે