Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ગુજકેટ પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લામાં ગુજકેટ પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૩ની પરીક્ષા મોરબી જિલ્લામાં આગામી તા.૦૩/૦૪/૨૦૨૩ના સોમવારના રોજ સમય સવારના ૧૦:૦૦ કલાકથી બપોરના ૧૬:૦૦ કલાક દરમિયાન મોરબી ખાતે યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ પરીક્ષા કેન્દ્રના ૨૦૦ મી. આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય ન થાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, એન. કે. મુછાર દ્વારા મોરબી ખાતે ઉચ્ચતર માધયમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ગુજકેટ-૨૦૨૩ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટર (બસો મીટર) ના વિસ્તારમાં તા.૦૩/૦૪/૨૦૨૩ના રોજ પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઇલેકટ્રોનીકસ ઉપકરણો લઇ જવા નહી તેમજ નિર્દિષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહીં તેવો હુકમ ફરમાવ્યો છે.

આ પરિક્ષા શ્રી એસ. વી. પટેલ કન્યા વિદ્યાલય, ધી વી. સી. ટેકનીકલ હાઇસ્કુલ, શ્રી ડી. જે. પટેલ કન્યા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, સેન્ટ મેરી હાઇસ્કુલ, નિલકંઠ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય વગેરે પરિક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે.

આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યક્તિ સમુહ, તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યકિતઓને, (પરીક્ષાર્થીઓના મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં), ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને., સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!