Saturday, November 9, 2024
HomeGujaratમોરબીના સિપાઈવાસમાં થયેલ માથાકૂટ મામલે બન્ને પક્ષે ત્રણ ઇજાગ્રસ્ત:સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના સિપાઈવાસમાં થયેલ માથાકૂટ મામલે બન્ને પક્ષે ત્રણ ઇજાગ્રસ્ત:સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીમાં દિવસેને દિવસે જીવલેણ હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબીના સીપાઇવાસના નાકે જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો. જે જૂની અદાવતમાં થયેલ બબાલે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષે કુલ ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને આ મામલે સામસામી ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ફરિયાદ અનુસાર, મોરબી ગ્રીનચોક ભોંયવાડા ખાતે રહેતા અકબરભાઇ આલમભાઇ ખુરેશી નામના વૃદ્ધના ભાણેજ સલીમને ગત તા.૩૧/૦૩/૨૦૨૩ના રોજ મકબુલ યુનુશ ખુરેશી (રહે. મોરબી સીપાઇ વાસ) નામનો આરોપી ગાળો દેતો હોય જે અંગેનો ખાર રાખી ફરીયાદીના દિકરા મનસુર તથા અબ્બાસ (રહે.મોરબી સીપાઇ વાસ)ને સીપાઇવાસના નાકે રોડ પર ભેગો થતા આરોપીએ ફરીયાદીના દિકરા સાથે બોલાચાલી કરી ગાળો આપી આરોપીએ પોતાની પાસેની છરી વડે મનસુરને ગળાના ભાગે તથા છાતીમાં તથા વાંસામાં તથા ડાબા હાથે ઘા મારી ગંભીર જીવલેણ ઇજા કરી તેમજ અબ્બાસને શરીરે છાતીમાં તથા વાંસામાં છરીના પાંચથી છ ઘા મારી ગંભીર જીવલેણ ઇજા કરી મોત નિપજાવવાની કોશીષ કરી નાસી જતા બંને યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ મકબુલ યુનુશ ખુરેશી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

સામા પક્ષે નોંધાવેલ ફરિયાદ અનુસાર, મોરબીની સીપાઇવાસ જમાદાર શેરીમાં રહેતા મકબુલ યુનુશભાઇ કુરેશી નામના યુવકને ગત તા.૩૧/૦૩/૨૦૨૩ના રોજ ડો.સલીમ (રહે.મોરબી) સાથે સામાન્ય બોલાચાલી થયેલ તેનો ખાર રાખી અબ્બાસ અકબર કુરેશીએ ફરીયાદીને ફોન કરી તુ કયાં છો ? તેમ કહી ફરીયાદીએ સીપાઇ વાસના નાકે હોવાનુ જણાવતા અબ્બાસ અકબર કુરેશી અને મનસુર અકબર કુરેશી (રહે. બંન્ને મોરબી સીપાઇવાસ કાપડબજાર) નામના બે ભાઈઓએ લાડકાના ધોકા સાથે આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકાથી માર મારતા ફરિયાદીને માથામાં તથા ડાબા પગમાં તથા છાતીના ભાગે સામાન્ય મુંઢ ઇજા કરી નાસી જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!