Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં ખાવાનું માંગતા રાહદારીને છરીનો ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડનાર ઈસમ ઝડપાયો.

મોરબીમાં ખાવાનું માંગતા રાહદારીને છરીનો ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડનાર ઈસમ ઝડપાયો.

મૂળ ઉત્તરપ્રદેશના શાંન્તિનગર, થાના ચટીયા ખાતે રહેતા રમેશકુમાર ખુર્રમ યોગી નામના આધેડ મજુરી અર્થે મોરબી આવેલ હોય અને કોઇ કામ ધંધો નહી મળતા ગત તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ  રેલ્વેસ્ટેશન રોડ તરફ વીસીફાટક નજીક છેલ્લી ઇંડાની લારી પાસે બેઠેલ એક બહેન પાસે ખાવાનુ માંગતા જેથી બહેને ખાવા દેવાની આનાકાની કરી છણકો કરતા ફરીયાદીએ તે બહેનને આ રીતે નહી કરવા કહેતા તે બહેનની બાજુમાં બેઠેલ અજાણ્યો માણસ જે એકદમ ઉશ્કેરાઇ જઇ ઉભો થઇ ફરીયાદી પાસે ગયેલ અને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદી આધેડને મારી નાખવાના ઇરાદે પેટના ભાગે છરીનો એક ઘા મારી દઇ ગંભીર જીવલેણ ઇજા કરી આંતરડા બહાર નીકળી જતા અજાણ્યો માણસ નાસી છૂટ્યો હતો. જે સમગ્ર મામલે ભોગ બનનાર રમેશકુમાર ખુર્રમ યોગીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના આધારે મોરબી કાઇમ બ્રાંચે આરોપીને ગણતરીના દિવસોમાં જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને તાત્કાલીક ગુનો શોધી કાઢવા તથા સંડોવાયેલ આરોપી પકડી પાડવા સુચના કરતા એલ.સી.બી. પેરોલ ફર્લો તથા ટેકનીકલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા કાર્યરત કરેલ હતી. જે દરમિયાન એલ.સી.બી.ની ટીમે ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે હકિકત મેળવવા સંઘન તપાસ કરી હતી. તે દરમ્યાન ખાનગી બાતમીમળેલ કે, ગુનાને અંજામ આપનાર રાજુભાઇ સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી (રહે.હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડામાં) હાલે જામનગર સાત રસ્તા વિસ્તાર બાજુ જતો રહેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકતના આધારે તાત્કાલીક એક ટીમ જામનગર ખાતે મોકલી તપાસ કરતા જામનગર સાત રસ્તા ખાતેથી આરોપી રાજુભાઇ સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી (રહે. મુળ. ગુંદાળા તા. શિહોર જિ. ભાવનગર હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડામાં તા.જી. મોરબી) મળી આવતા ઈસમની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત આપતા આરોપીને આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!