Thursday, January 9, 2025
HomeGujaratમોરબીનાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખોની છેતરપિંડી કરનાર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ

મોરબીનાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખોની છેતરપિંડી કરનાર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકા પીપળી ગામની સીમ વિનાયક ટ્રેડીગ નામે દુકાન ખોલી મોરબીમાં અલગ-અલગ વેપારીઓ પાસેથી સિક્યોરિટી પેટે ચેક આપી લાખોનો પી.વી.સી પાઇપનો માલ ઉઘરાવી છેતરપિંડી આચરનાર ત્રિપુટી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં મહેન્દ્રનગર ગામ,રામ મંદિરની બાજુમાં,કાવર શેરી ખાતે રહેતા મૂળ ગીર સોમનાથનાં પી.વી.સી પાઇપનો વેપાર કરતા વેપારી મિતભાઇ વસંતભાઇ ભાલોડીયાને મોરબી તાલુકા પીપળી ગામની સીમ વિનાયક ટ્રેડીગ નામે દુકાન ધરાવતા કરણભાઇ જીલુભાઇ રાઠોડ (રહે.સુરત) તથા અશોકભાઇ પટેલ નામના બે શખ્સોએ વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી રૂ.૩,૭૦,૦૩૬/-ની કિંમતનાં અલગ અલગ સાઇઝના પી.વી.સી પાઇપના ખરીદ કરીને વિશ્વાસ પેટે વિનાયક ટ્રેંડીગના મેનેજર વિજયભાઇએ ચેક આપીને તેમજ મોરબીના અલગ અલગ વેપારીઓને પણ વિશ્વાસમાં લઇને તેઓ પાસેથી જુદા જુદા માલની ખરીદી કરીને વિશ્વાસ પેટે ચેક આપીને કોઇ વેપારીઓને માલ ખરીદીના રૂપિયાનુ પેમેન્ટ ન કરીને વિશ્વાસમા લઇને આરોપીઓ સામે વિશ્વાસધાત છેતરપીંડ સહિતના ગુનાઓ તળે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!