મોરબી તાલુકાના રંગપર ગામ પાસેના કારખાનામાં યુવકના માથે પાઉડરની બોરીઓ પડતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 11ના રોજ રંગપર ગામમાં આવેલ લાફાંસ વિટ્રીફાઇડ કારખાનામાં રાકેશભાઇ ધુલીયાભાઇ કટારા (ઉ.વ. 25) કામ કરતો હતો. તે વખતે પાઉડરની બોરીઓ તેના ઉપર પડતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.