મોરબી જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે મોરબીના છ લોકો દ્વારા સામાજિક કાર્યકરોની એક ટીમ બનાવી લોકોની સેવા કરવામાં આવે છે. જેનાં સદસ્ય કૌશલ મહેતાને ગઈકાલે મોરબી જિલ્લાના લાલપર ગામેથી લકીભાઈ વીંધણીનો ફોન આવ્યો હતો. જેઓએ કૌશલભાઈને કહ્યું હતું કે, તેમના ઘર પાસે રોડ પર ૮ માસથી એક ભાઈ ત્યા બિનવાસી હાલતમા છે. તો આપ એની યોગય વ્યવસ્થા કરી આપો. જે ફોન આવતાની સાથે જ કૌશલ મહેતા તેમના સાથી સામાજિક કાર્યકરો રાજુ દવે, મુસા બ્લોચ, વિજય સીસોદીયા, લકી વિધાણી અને વિજય રાઢોડ સાથે સ્થળ પર જવા રવાના થયા હતા અને તેઓએ સ્થળ પર જઈ નિલેશભાઈ નામના શખ્સની સ્થળ પર જ વાર-દાઢી કરી અને ત્યાં જ તેને નવરાવી નવા કપડા પહેરાવી તેનું રેસ્ક્યુ કર્યું હતું. અને સામાજિક કાર્યકરોની ટીમે નિલેશભાઈ મેર જે ચોટીલા પાસે ભામાનબોર ગામે રહે છે, એમના પરિવારનો સંપર્ક કરી એમને સહી સલામત એમના ઘરે એમના પરિવારને સોંપેલ છે. તેમ સામાજિક કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.