મોરબીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં મોરબી જિલ્લામાં એક જ દિવસમાં કુલ 16 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જયારે આજે 35 દર્દીઓએ ડિસ્ચાર્જ પણ મેળવ્યો છે.
મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે મોરબી જિલ્લામાં 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 12 અને શહેરમાં 03 કેસ મળી 15 કેસ નોંધાયા છે. જયારે ટંકારા ગ્રામ્યમાં 01 તથા શહેરમાં 0 કેસ નોંધાયા છે. તેમજ વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકામાં આજે એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જયારે મોરબીના 27, વાંકાનેરનો , હળવદના 06 અને ટંકારાનો 01 દર્દી મળી કુલ 35દર્દીઓ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઇ હવે મોરબીમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંક 100થી ઘટી 95 પર પહોંચ્યો છે. ત્યારે કોરોનાનાં વધતા કેસો તંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે. જેને લઇ હવે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવશે.