મોરબીનાં રવાપરા ગ્રામ પંચાયતમાં મોટો ધડાકો થયો છે. રવાપરા ગ્રામ પંચાયતનાં મહિલા ઉપસરપંચે અંગત કારણોસર પોતાનાં પદ્દ ઉપરથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપરા ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચ ઊર્મિલાબેન વિડજાએ ઘર કામની જવાબદારીને કારણે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ઉર્મિલાબેન વિડજા રવાપરા ગામના વોર્ડ નંબર ૧૬ ના સભ્ય પણ છે. જો કે તેઓએ સભ્ય પદે યથાવત રહેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી વખતે મતદારોને રીજવતા ઉપસરપંચને ચૂંટણી વખતે ઘરની જવાબદારી યાદ નહોતી? કે પછી ઘરની જવાબદારીના બહાના હેઠળ અન્ય કોઈ કારણોસર રાજીનામું આપ્યું તેવી લોક ચર્ચાએ હાલ વેગ પકડ્યો છે.