મોરબીમાં એક ગુન્હામાં પકડાયે મુદ્દામાલ છોડાવવા આરોપીઓએ બીજા ગુન્હાને અંજામ આપી કોર્ટનો છેતરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મોરથળા ખાતે રહેતા રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાનુ હિટાચી મશીન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હામાં કબ્જે કરેલ હોય જે છોડાવવા માટે નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ શોલવંશી જામીન મોરબી કોર્ટમા રજુ કરવાનો હુકમ હોય જેથી દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર (રહે.એ-૪૦૪ શાંતીપથ રેસીડન્સી મુઠીયા નરોડા અમદાવાદ), રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા (રહે.મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર) તથા દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા (રહે.ઓઢવ અમદાવાદ)એ ભેગા મળી ગુનાહિત કાવત્રુ રચી દિનેશભાઇના નામનો દારપણાનો દાખલો કોઇપણ રીતે ખોટો ઉભો કરી બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતા ખરા તરીકે કીમતી જામીનગીરી તરીકે નામદાર મોરબી કોર્ટમા રજુ કરતા કોર્ટે તેની તપાસ કરતા ડુબ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈ પોલીસે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.