મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતા તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દર વર્ષે નિશુલ્ક નિદાન, સારવાર અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરે છે. તેવી રીતે આવતીકાલે ડો. પ્રશાંત મેરજાની ૧૫મી પૂણ્યતિથિએ પણ સર્વરોગ નિદાન ફ્રી સારવાર, દવા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું છે.
મેરજા પરિવારના જણાવ્યા અનુસાર, ડો. પ્રશાંત બ્રિજેશ મેરજાએ આપ બળે ડોકટરની ડીગ્રી પ્રાપ્ત કરી, ગરીબ દર્દીઓની ફ્રી સારવારના ઉમદા આદર્શ સાથે ભરયુવાનીમાં પરમધામ સિધાવેલા પ્યારા ડો. પ્રશાંત મેરજાના વિચારને અમર રાખવાના આશય સાથે આવતીકાલે તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૦૦ સુધી ડો. પ્રશાંત મેરજાની ૧૫મી પૂણ્યતિથિએ સર્વરોગ નિદાન ફ્રી સારવાર, દવા મેડીકલ કેમ્પનું મોરબીમાં ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી, અતુલ ઓટોની બાજુમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેવારત્ન ડોકટર તરીકે ડો. ભાવિન ગામી (જનરલ ફીઝિશીયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત સ્ટાર આર્કેડ કોમ્પલેક્ષ, શનાળા રોડ, મોરબી -૯૩૭૭૧૫૮૫૪૫), ડો. હિતેષ કણઝારિયા (જનરલ ફીઝિશીયન અમૃતમ્ હોસ્પીટલ – (૦૨૮૨૨) ૨૨૮૫૦૦), ડો. શરદયાણી (બાળ રોગના નિષ્ણાંત ક્રિષ્ના હોસ્પીટલ – ૯૮૪૪૩૨૦૯૦૪), ડો. યોગેશ પેથાપરા (ઓર્થોપેડીક સર્જન મારૂતી હોસ્પીટલ – ૭૬૯૮૭૨૮૮૦૫, ડો. આશિષ રાંકજા (દાંતના રોગના નિષ્ણાંત, રાંકજા ડેન્ટલ કીલીનીક, બાલાજી કોમ્પલેક્ષ, સ્વાપર ચોકડી, મોરબી- મો.૭૦૧૬૫૭૯૦૨૬), ડો. અલ્પેશ ફેફર (નાક, કાન ગળા રોગના નિષ્ણાંત રાધે હોસ્પીટલ – ૯૪૦૮૨૭૦૨૩૦), ડો, ભાવેશ શેરસીયા (ચામડીના રોગના નિષ્ણાંત ડીવાઈન હોસ્પીટલ – ૭૨૨૮૮ ૮૨૨૯૫), ડો. મેહુલ પનારા (આંખના સર્જન વિઝન હોસ્પીટલ – ૯૯૦૯૩૬૬૬૬૦), ડો. કૃષ્ણ એ. ચગ (સ્ત્રી રોગ નિષ્ણાંત આર્ય હૉસ્પીટલ,મોરબી – ૮૮૬૬૪૨૪૧૩૩) તથા ડો. તૃપ્તી સાવરિયા (નાક, કાન ગળા રોગના નિષ્ણાંત મારૂતિ હોસ્પીટલ – ૭૬૯૮૭૨૮૮૦૫) ઉપસ્થિત રહશે. તેમનો મેડિકલ કેમ્પમાં ગરીબ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા કેમ્પ આયોજક ડો. ભાવીન ગામી સન્ની મેરજા, ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.