Friday, January 10, 2025
HomeGujaratહળવદમાં બાઈક ચલાવવા મુદ્દે બે પરિવારો વચ્ચે થયેલ માથાકુટમાં સામસામી ફરિયાદ નોંધાઈ

હળવદમાં બાઈક ચલાવવા મુદ્દે બે પરિવારો વચ્ચે થયેલ માથાકુટમાં સામસામી ફરિયાદ નોંધાઈ

હળવદના ભલગામડા ગામે બે દિવસ પૂર્વે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, બનાવમાં કુલ આઠ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારે બનાવને લઈ ભલગામડામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે‌ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ફરિયાદ અનુસાર, હળવદનાં ભલગામડા ખાતે રહેતા વિજયભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે ભાણો રમેશભાઇ ઉધરેજા નામનો યુવક પોતાની મોટર સાયકલ લઇને ચોકડીએથી આવતો હતો. ત્યારે હિતેશભાઇ મુકેશભાઇ કોળી તથા ભુપતભાઇ હરખાભાઇનો દીકરો ત્યાંથી ચાલીને જતા હતા. ત્યારે ફરીયાદી વિજયભાઇના બાઇકનો અરીસો ભુપતભાઇના દીકરાને અડી જતા બંને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફોન કરી વિનુભાઇ હરખાભાઇ કોળી, ભુપતભાઇ હરખાભાઇ કોળી તથા મનાભાઇ હરખાભાઇ કોળીને સ્થળ પર બોલાવતા વિનુભાઇએ પોતાના હાથમા રહેલ પાઇપ ફરિયાદીના માથાના ભાગે મારેલ અને ફરિયાદીના મામા પ્રભુભાઇ સમાધાન માટે આવતા ભુપતભાઇએ પ્રભુભાઇને ડાબા પગે કાટાળી લાકડી તથા મનાભાઇ હરખાભાઇ કોળીએ પોતાના હાથમા રહેલ લાકડી પ્રભુભાઇને માથામા મારેલ ત્યા પ્રવિણભાઇ અરજણભાઇ કોળી તથા બાલાભાઇ પ્રવિણભાઇ કોળીએ સ્થળ પાર આવી ફરિયાદીને માથાના ભાગે પાઇપ મારેલ અને મામાના દિકરા હરેશ છોડાવતા આવતા તેને વાસાના ભાગે લાકડી મારેલ આ વખતે અન્ય માણસો આવી જતા આરોપીઓએ વધુ માર મરી શકેલ નહી અને ભુપતભાઇના દીકરાએ કહેલ કે હવે જો મોટર સાયકલ ભટકાડીશ તો જાનથી મારી નાખીશ ત્યારે બનાવને પગલે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં વિજયભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે ભાણોએ ફરિયાદ દાખલ કરાવી છે.

બીજી ફરિયાદ અનુસાર, હળવદનાં ભલગામડા ખાતે રહેતા ભુપતભાઈ હરખાભાઈ ખાંભડીયાનો દિકરો ગામની ચોકડીએ પાંઉભાજી લેવા ગયેલ હોય ત્યારે તેની સાથે વિજયભાઇ ઉર્ફે કાળુભાઇ રમેશભાઇ ઉઘરેજાએ તેની સાથે મોટર સાયકલ ભટકાડી ઝઘડો કરેલ જેથી ફરિયાદી તથા તેના પરિવારજનો વિજયભાઇ ઉર્ફે કાળુભાઇ રમેશભાઇ ઉઘરેજાને સમજાવી તેને ઘરે મોકલેલ જે બાબતે મનદુખ રાખી પ્રભુભાઈ સુરાભાઈ દેત્રોજા, ગનાભાઈ સુરાભાઈ દેત્રોજા તથા હરેશભાઈ પ્રભુભાઈ દેત્રોજા પોતાના હાથમા ધોકા લઈ ફરિયાદીના ઘર પાસે આવી તથા ગોપાલભાઇ રમેશભાઇ ઉઘરેજા હાથમા છરી લઇ આવી છુટા પથ્થરના ઘા કરી ફરિયાદી તથા તેના પરિવારજનોને માથામા તથા શરીરે ઇજાઓ કરી તેમજ ફરિયાદી તેના ઘરમા જતા રહેતા આરોપીઓએ ઘરમા ફળીમા પ્રવેશ કરી વિનોદભાઇને માથામા ધોકાનો એક ઘા મારી ફુટની ઇજા કરી તથા રણજીતભાઇને જમણા પગે જાંઘમા ઘા મારી ઈજા કરતા સમગ્ર મામલે ભુપતભાઈ હરખાભાઈ ખાંભડીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!