Tuesday, December 24, 2024
HomeGujaratલેન્ડગ્રેબિંગ : ટંકારા ખાતે ખાલી પડેલ જગ્યામાં ઈસમોએ બે દુકાન બનાવી કબ્જો...

લેન્ડગ્રેબિંગ : ટંકારા ખાતે ખાલી પડેલ જગ્યામાં ઈસમોએ બે દુકાન બનાવી કબ્જો જમાવી લેતા ફરિયાદ નોંધાઈ

ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ(કાયદો) વધુને વધુ મજબૂત બનતો જાય છે. ત્યારે આ વચ્ચે રાજ્યના ટંકારા શહેરમાંથી લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જેમાં આધેડની જમીન પર ઈસમોએ ગેરકાયદેસર કબ્જો કરી બે દુકાનો ખડકી દેતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રાજપર ગામ ખાતે રહેતા દિપકભાઈ કરમશીભાઈ મારવણીયા નામના ખેડૂતની ટંકારા ખાતે સર્વે નં ૭૩૫ ની જમીન હે.૦-૭૬-૮૯ ચો.મી વાળી જમીન આવેલ છે. જ્યાં આમદભાઈ નુરાભાઈ માંડકીયા (રહે ટંકારા), હનિફભાઈ નુરાભાઈ માડકીયા (રહે સરકારી દવાખાના પાસે ટંકારા) તથા અલીભાઈ આમદભાઈ બાદી (રહે ખીજડીયા તા વાકાનેર) નામના ઈસમોએ ગેરકાયદેસર કબ્જો કરી બે દુકાનો બનાવી જમીન પચાવી પાડતા સમગ્ર મામલે ખેડૂતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!