Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ગઈકાલે ત્રણ આપઘાતના સહીત કુલ પાંચ અપમૃત્યુના બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં ગઈકાલે ત્રણ આપઘાતના સહીત કુલ પાંચ અપમૃત્યુના બનાવો નોંધાયા

મોરબીમાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ આપઘાતના બનાવો સહીત કુલ પાંચ અકાળે મોતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, એક અજાણ્યા 50 વર્ષીય આધેડ પુરુષે ગઈકાલે વાંકાનેર નેશનલ હાઇવે નવાપરા મચ્છુ નદીના પુલ નીચે પુલ પરથી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા આશીફભાઇ ગુલાબભાઇ સામતાણી (રહે.મીલ પ્લોટ) નામના શખ્સ દ્વારા તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, રાજકોટની મેટોડા જી.આઇ.ડી.સી ખાતે રહેતા કેતનકુમાર કિશનભાઇ ચાવડા નામના યુવકે ગત તા.૨૬/૦૪/૨૦૨૩ના રોજ અગમ્ય કારણોસર વાંકાનેર બાંઉન્ડ્રીના ઓવરબ્રીજના પુલ પરથી પડતુ મુકતા તે નીચે પટકાયો હતો. જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. યુવકનાં પિતાએ સમગ્ર મામલાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. જેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા બનાવમાં, મોરબીના કેશવ હાઇટસ રવાપર ધુનડા રોડ ખાતે રહેતા શૈલેશભાઇ મગનભાઇ સંઘાણી નામના યુવક માળીયા મી.ની મોટા દહિસરા ગામે બેન્કમા ગયેલ હતો. ત્યારે તેને ગભરામણ તથા છાતીમા દુખાવો થતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી આયુસ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ત્યાંથી યુવકને પોસ્ટ મોર્ટમ અર્થે મોરબી સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવેલ જ્યાં મેડી.ઓ. ડો. ચીરગ શાક્યએ યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નિપજ્યાનું જાહેર કરી સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

ચોથા બનાવમાં, માળીયા મી.નાં માળીયા હરીજન વાસ ખાતે રહેતી હીનાબેન અમુભાઇ પરમાર નામની યુવતીએ પોતાના રહેણાક મકાને ગઈકાલે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક માળીયા સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

પાંચમા બનાવમાં, મોરબીની અતિથિ પેપેરમીલ સોખડા પાટીયા ખાતે રહેતા કરણ બુધ્ધ સેન નામના યુવક ગત તા-૨૫/૦૪/૨૦૨૩ ના રાતના સમયે ત્રીમંદીર સામે રેલ્વેટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારેનું રેલ્વેમા આવી જતા મોત નીપજ્યું હતું. જેને લઈ યુવકને બ્રિજેશભાઇ નામના શખ્સ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેને લઈ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!