Monday, December 23, 2024
HomeGujaratમોરબીના વિજયભાઈ દલસાણીયાને શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પદ્ધતિ બદલ રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત કરાયો

મોરબીના વિજયભાઈ દલસાણીયાને શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પદ્ધતિ બદલ રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત કરાયો

સ્કૂલ એકેડેમી કેરાલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણક્ષેત્રે નાવીન્યપૂર્ણ કામ કરતા, નોવેટીવ તેમજ અનેક વિવિધ પ્રકારની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરતા અને બાળકોના વિકાસ માટે સતત કાર્યરત રહેતા શિક્ષકોની પસંદગી કરી “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વર્ષ 2022/23 માટે આ એવોર્ડ સન્માન કાર્યક્રમ ગોગાઢાણી પ્રાથમિક શાળા (બનાસકાંઠા-ગુજરાત) ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા સમગ્ર ભારતમાંથી 110 જેટલા શિક્ષકોનીપસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને તા27/04/23 ના રોજ આ એવોર્ડ સન્માન સાથે એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે શાળા અને મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવે છે. તેમણે કરેલી 900 જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી કામગીરી પ્રસંશનીય છે. આ તકે “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડ માટે વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતાં વિજયભાઈએ ટીમ મંથન ગુજરાતના શ્રીશૈલેષભાઈ પ્રજાપતિ, અનિલભાઈ શ્રીમાળી અને સતીષભાઈ પ્રજાપતિ તેમની અને સમગ્ર ટીમ પરત્ની લાગણી વ્યક્ત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!