Friday, October 18, 2024
HomeGujaratખેતરમાં કામ કરવા પત્નીએ પતિને પરાણે જગાડતા પતિનો આપઘાત ! : એક...

ખેતરમાં કામ કરવા પત્નીએ પતિને પરાણે જગાડતા પતિનો આપઘાત ! : એક જ દિવસમાં ત્રણ અકાળે મોતનાં બનાવો નોંધાયા

મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મોરબીના જીલટોપ કારખાનામા યુવકનું અગમ્ય કારણોસર તો માળીયા મી.ની લેમીટ પેપર મીલમા પેપર ભરેલી ગાંસડી કમરના ભાગ ઉપર પડતા આધેડનું મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જયારે હળવદના ઇશનપુર ગામે ખેતરમાં કામ કરવા પત્નીએ પતિને પરાણે જગાડતા બંને વચ્ચે થયેલ ઝગડાનાં કારણે પતિએ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં ઘુટુ ગામની સીમમાં આવેલ જીલટોપ કારખાનામા રહેતા બુધ્ધરામસિંહ શહનસીંગ નામના યુવકનું ગઈકાલે સાંજના સમયે જીલટોપ કારખાનામા કોઈપણ કારણોસર મોત નિપજતા તેના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, મોરબીના જેતપર (મચ્છુ) ગામે આવેલ લેમીટ પેપર મીલમા રહેતા રતનબેન રમેશભાઇ બોસીયા નામની આધેડ મહિલા ગત તા- ૨૩/૦૪/૨૦૨૩ ના બપોરના અઢી વાગ્યે કામ કરતા હતા. ત્યારે પેપર ભરેલી ગાંસડી કમરના ભાગ ઉપર પડતા કમરના ભાગે તેમને ગંભીર ઇજા થતા તેમને રાજકોટ સમર્થ હોસ્પીટલમા સારવારમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત તા-૨૪/૦૪/૨૦૨૩ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

ત્રીજા બનાવમાં, હળવદનાં નવા ઇશનપુર ગામેં જાદવજીભાઇ કરસનભાઇ પરમારની વાડીએ રહેતા મધ્યપ્રદેશના જુવાનસીંગ નસરીયાભાઇ રાઠવા નામના યુવકને ગઈકાલે તેની પત્નીએ વહેલી સવારે ખેતરમાં કામ કરવા પરાણે જગાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને કારણે યુવકને સારૂ ન લાગતા તેણે જાતે ગળો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ તેને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમા અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!