મોરબીમાં ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. જેમાં મોરબી વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શકિતધામ સોસાયટીમા રહેણાંક મકાનમાં રેડ કરવા ગયેલ પોલીસને મહિલા બૂટલેગરે ફીનાઇલ પીવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, રેખાબેન લલીતભાઇ વઘોરા નામની મહિલાએ પોતાના વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શકિતધામ સોસાયટીમા આવેલ રહેણાંક મકાન ખાતે વેચાણ અર્થે ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલો મંગાવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા મહિલાએ પોલીસને જ ફીનાઇલ પીવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે મહામહેનતે મહિલાને ફાઇનલ પિતા રોકી ઘરના ટાંકામાં છુપાડેલ ૧૪૩ બોટલ વિદેશી દારૂ નો રૂ.૯૦,૩૯૫/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્લાના બાચકાઓમા કેફીપ્રવાહી ભરેલ આશરે ૫ લીટની ક્ષમતા વાળા ૨૦ બુંગીયામાં રાખેલ ૧૦૦ લીટર દેશીદારૂ મળી કુલ રૂ.૯૨,૩૯૫/- નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા બુટલેગર ક્યાંથી દારૂ લાવતી હતી. તેમજ તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે. તે દિશામાં તપાસ શરૂ કરી છે.